ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
યોજનાનું નામ | નમો લક્ષ્મી યોજના |
---|---|
સહાય |
ધોરણ 9 અને 10 – દર વર્ષે ₹10,000/- ધોરણ 11 અને 12 – દર વર્ષે ₹15,000/- કુલ સહાય – ₹50,000/- |
યોજનાનું નામ | નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના |
સહાય |
ધોરણ 11 – ₹10,000/- ધોરણ 12 – ₹15,000/- કુલ સહાય – ₹25,000/- |
કોને મળવા પાત્ર છે ?
રાજ્યની GSHSEB અથવા CBSE માન્ય શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને, નીચે મુજબની પાત્રતાને આધારે સહાય મળશે –
- સરકારી/અનુદાનિત શાળામાં ધોરણ 8 પાસ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિનીઓ
- ખાનગી શાળામાં RTE હેઠળ ધોરણ 1 થી 8 પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિનીઓ
- જેના પરિવારની વાર્ષિક આવક રૂ. 6 લાખ સુધી છે
મળવાપાત્ર સહાય (વિગતવાર)
ધોરણ 9 અને 10: દર વર્ષે રૂ. 5,000/- (કુલ રૂ. 10,000/-) + બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી વધારાની રૂ. 10,000/-
ધોરણ 11 અને 12: દર વર્ષે રૂ. 7,500/- (કુલ રૂ. 15,000/-) + બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી વધારાની રૂ. 15,000/-
કુલ સહાય: રૂ. 50,000/-
ફોર્મ ભરવાની રીત
- ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે
- વિદ્યાર્થી જાતે ફોર્મ નહીં ભરી શકે
- શાળા દ્વારા જ ફોર્મ ભરવાનું રહેશે
ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- માતા/પિતાનું આધાર કાર્ડ
- માતાની બેંક પાસબુકની નકલ
- રેશન કાર્ડ
- આવકનો દાખલો
- જન્મ તારીખનો દાખલો
- સ્કૂલ લિવિંગ (LC)
- વાલીનો મોબાઇલ નંબર